Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભારતે રચ્યો ઈતિહાસ: પ્રથમ વખત ટોપ 100 ચેસ ખેલાડીઓમાં 7 ભારતીય

નવી દિલ્હી: ભારતીય ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત સાત ભારતીય ખેલાડીઓએ વિશ્વના ટોચના 100 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. કે શશિકિરણે FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ટૂર્નામેન્ટમાં પાંચમા રાઉન્ડમાં રશિયાના વ્લાદિમીર ફેડોસેયેવને હરાવીને આ સિદ્ધિ શક્ય બનાવી છે. આ જીત સાથે શશિકિરણનું રેટિંગ 2649 પર પહોંચી ગયું અને તે આ યાદીમાં સામેલ થઈ ગયો. વિશ્વનાથન આનંદ (2751), વિદિત ગુજરાતી (2727), પી. હરિકૃષ્ણા (2718), નિહાલ સરીન (2659), એસએલ નારાયણન (2658) અને બી અધિબાન (2653) ટોચના 100માં છ અન્ય ભારતીય ખેલાડીઓ છે. આ સિદ્ધિ પર ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ ડૉ. સંજય કપૂરે કહ્યું, “ભારત માટે આ ગર્વની ક્ષણ છે. અમે ચેસની દુનિયામાં ટોચના દેશોમાં અમારું સ્થાન મજબૂત કર્યું છે.

(5:04 pm IST)