Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આઈપીએલમાં અમદાવાદ ટીમના હેડ કોચ, મેંટોર અને ડિરેકટર લગભગ નક્કીઃનેહરા-કસ્ટર્ન-સોલંકીને મળશે મોટી જવાબદારી

અમદાવાદ, તા.૪: ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદ ટીમના મુખ્ય કોચ હશે જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી તેના ક્રિકેટ ડિરેકટર હશે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતના કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે.

અમદાવાદની ટીમે હજુ ઔપચારિક જાહેરાત કરી શકતી નથી કારણ કે તે લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યા બાદ જ કરી શકાશે. આ ત્રણેયની અમદાવાદની ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને તેમની આ સિઝન માટે પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નેહરા આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ રહી ચૂક્યા છે.

આશિષ નેહરાએ IPLમાં ૮૮ મેચ રમી છે અને તેણે ૧૦૬ વિકેટ લીધી છે. બીજી તરફ ગેરી કર્સ્ટન બેંગ્લોરના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે કોચિંગનો લાંબો અનુભવ છે.

વિક્રમ સોલંકીની વાત કરીએ તો ઈંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરને ૩૨૫ ફર્સ્ટ કલાસ મેચ અને ૪૦૨ લિસ્ટ ખ્ મેચોનો અનુભવ છે. સોલંકીએ ઈંગ્લેન્ડ માટે ૫૧ ODI અને ૩ T20 મેચ પણ રમી છે.અમદાવાદની ટીમની વાત કરીએ તો માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર આ ટીમની કમાન સંભાળી શકે છે. છેલ્લી IPLમાં ઈજા બાદ અય્યરને સ્થાને ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવા પણ અહેવાલ છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે.

(2:37 pm IST)