Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

હૈદ્રાબાદ અને વોર્નર વચ્ચે બંધ દરવાજા પાછળ કંઈક રંધાઈ રહ્યું છેઃ ડેલ સ્ટેન

સનરાઈઝ સાથે આ છેલ્લી સિઝન હોઈ શકે, કેપ્ટનપદેથી હકાલપટ્ટી બાદ પ્લેઈંગ ઈલેવનમાં પણ સમાવેશ કરાયો ન હતો

નવીદિલ્હીઃ સાઉથ આફ્રિકાના દિગ્ગજ પેસ બોલર ડેલ સ્ટેને કહ્યું કે કદાચ આપણે ડેવિડ વોર્નરને છેલ્લીવાર સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતો જોઈ રહ્યા છીએ.

એક મુલાકાતમાં ડેલ સ્ટેને કહ્યું હતું કે તેનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ નહોતો કરવામાં આવ્યો એ ખૂબ આશ્ચર્યજનક હતું. એ સમજી શકાય કે હૈદરાબાદ આવતી સીઝનથી કેન વિલિયમસનને કેપ્ટન બનાવવા માગતી હશે અને એ માટે તેને તૈયાર કરી રહી હશે, પણ વોર્નર હજુલાજવાબ બેટ્સમૅન છે અને તેને હું હજી પણ પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરૃં. લાગે છે કે હવે આપણે છેલ્લી વાર હૈદરાબાદની જર્સીમાં વોર્નરને જોઈ રહ્યા છીએ. બંધ દરવાજા પાછળ જરૂર કંઈક રંધાઈ રહ્યું હશે, જેની આપણને ખબર નથી.

(4:09 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST

  • મુખ્યમંત્રીના અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથનને કોરોના : ગુજરાતના પીઢ આઈઍઍસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત થયા છે : હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે access_time 2:21 pm IST