Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ટોક્યો ઓલિમ્પિક: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર પ્રતિબંધ : ફ્લાઇટમાં ગેરવર્તન કરવાનો આરોપ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના રગ્બી અને ફૂટબોલ ખેલાડીઓએ ટોક્યોથી સિડની પરત આવતી ફ્લાઇટમાં પીધું અને ગેરવર્તન કર્યું, જેની દેશના ઓલિમ્પિક ટુકડીના વડા ઇયાન ચેસ્ટરમેને સખત નિંદા કરી છે. ચેસ્ટરમેને બુધવારે કહ્યું હતું કે આ ખેલાડીઓએ પરત ફલાઇટમાં ખરાબ વર્તન કર્યું હતું અને સ્ટાફનું સાંભળ્યું ન હતું. તેમણે કહ્યું કે ખેલાડીઓએ ઘણો દારૂ પીધો અને એક શૌચાલયમાં ઉલટી પણ કરી.

(6:27 pm IST)