Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઓલિમ્પિક ટીમ બનશે ખાસ મહેમાન: પીએમ મોદી મોકલશે આમંત્રણ

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન તરીકે લાલ કિલ્લા પર સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને આમંત્રિત કરશે. આમંત્રણની સાથે સાથે વડાપ્રધાન મોદી તમામ લોકોને વ્યક્તિગત રીતે મળશે અને તેમની સાથે વાતચીત પણ કરશે. લાલ કિલ્લા પરના કાર્યક્રમની સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય પ્રતિભાગીઓને તેમના નિવાસસ્થાન પર વાતચીત કરવા આમંત્રણ આપશે.

(6:27 pm IST)