Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ભારત ટેસ્ટમાં નં.૧, વન-ડેમાં ત્રીજા અને ટી-૨૦માં બીજા સ્થાને

વન-ડેમાં હવે ન્યુઝીલેન્ડ ટોચના સ્થાને

નવીદિલ્હીઃ આઇસીસીએે ર્રેન્કિંગ્સમાં વાર્ષિક અપડેટ કરતાં ન્યુઝીલેન્ડ ફાવી ગયું હતું. ટેસ્ટમાં થોડો સમય નંબર-વન રહ્યા બાદ હવે કિવીઓ વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પછાડીને નંબર વન ટીમ બની ગઈ હતી. ઈંગ્લેન્ડે જો કે ટીર૦માં તેમનું નંબર-વનનું સ્થાન વધુ મજબૂત કરી લીધું હતું. વન-ડેમાં હવે એ ૧૨૧ પોઇન્ટ સાથે નંબર-વન બની ગઈ છે, જ્યારે ૧૧૮ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને ૧૧૫ પોઇન્ટ સાથે ભારત ત્રીજા નંબરે છે.

ટેસ્ટમાં ભારત ૧૨૦ રેટિંગ પોઇન્ટ સાથે નંબર-વન છે. કિવીઓ (૧૧૮) બીજા અને ઓસ્ટ્રેલિયા (૧૧૩) ત્રીજા નંબરે છે.

ટીર૦માં ઈંગ્લેન્ડ ૨૭૭ રેટિંગ પોઇન્ટ સાથે પહેલા નંબરે, ૨૭૨ રેટિંગ પોઇન્ટ સાથે ભારત બીજા અને ન્યુઝીલેન્ડ ૨૬૩ રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

(4:08 pm IST)