Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેકગીલનું અપહરણ : ૪ની ધરપકડ

નવી દિલ્હી : ઘટના ગયા મહિને બની હતી જ્યાં મેકગિલને સિડનીના ઘરમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યુ હતુ. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે ૧૪ એિ-લે પીડિતની ઓળખાણ ૫૦ વર્ષના મેકગિલના રૂપમાં આપી હતી. મેકગિલના ઘરેથી તેનુ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કથિત રીતે ખેલાડીને દક્ષિણ પિ?મના એક શહેરમાં લઇ જવામાં આવ્યા હતો અને તેને છોડ્યા પહેલા મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. રિપોર્ટનુ જો માનીએ તો મેકગિલના અપહરણની જાણકારી મળી ત્યારે સિડનીમાં કેટલાક ઘરમાં રેડ પાડવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે પકડાયેલા લોકોના નામ હજુ બહાર આવ્યા નથી પરંતુ તેમની ઉંમર ૨૭, ૨૯, ૪૨ અને ૪૬ની કહેવામાં આવી રહી છે.  મેકગિલ પૂર્વ લેગ સ્પિનર છે જેણે ઓસ્ટ્રેલિયા માટે ૧૯૯૮થી ૨૦૦૮ વચ્ચે ૪૪ ટેસ્ટ મેરમાં ૨૦૮ વિકેટ લીધી છે. મેકગિલે ૧૯૯૮માં સાઉથ આફ્રીકા વિરુદ્ધ ટેસ્ટ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ.

(3:50 pm IST)