Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ટી૨૦ વર્લ્ડ કપ ભારત નહીં યુએઈમાં યોજાશેઃ એહસાન મની

ટી૨૦ વર્લ્ડ કપને યોજવાના ભારતના પ્રયાસને ફટકો : પાક. બોર્ડના પ્રમુખના અનુસાર BCCIએ IPLની બાકીની મેચો યુએઈમાં થાય છે ત્યારે વર્લ્ડકપનું આયોજન મુશ્કેલ

લાહોર, તા. ૫ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ નિવેદન આપ્યુ છે કે ભારતમાં આયોજીત થનાર આગામી ટી૨૦ વિશ્વકપ  ભારતમા નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં આયોજીત થશે. બીસીસીઆઈએ હાલમાં (૨૯ મે) એ પોતાની સ્પેશિયલ જનરલ મીટિંગ તે નક્કી કર્યુ હતુ કે તે આ ટૂર્નામેન્ટને ભારતમાં આયોજીત કરાવવા ઈચ્છે છે. આઈસીસીએ પણ તેને નિર્ણય લેવા માટે ૨૮ જૂન સુધીનો સમય આપ્યો છે.

આ સમયે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ-૧૪ની સીઝન પણ અધવચ્ચે સ્થગિત કરવી પડી હતી. તો બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આશા વ્યક્ત કરી છે કે ભારત આઈસીસીની આ મોટી ઈવેન્ટનું આયોજન દેશમાં જ કરશે કારણ કે ત્યાં સુધી કોરોનાની સ્થિતિમાં ફેરફાર થઈ જશે.

આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ ધન્યૂઝ.કોમ.પીકેને જણાવ્યુ- આઈસીસી ટી૨૦ વિશ્વકપ જેનું આયોજન ભારતમાં થવાનું હતું, તે હવે યૂએઈ જઈ રહ્યો છે. ભારતે આઈપીએલ-૨૦૨૧ની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવું પડી રહ્યું છે. આજ રીતે પાકિસ્તાન પાસે પણ પીએસએલની બાકી સીઝન અબુધાબીમાં આયોજીત કરાવવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહતો.

તેમણે કહ્યું- અમારી પાસે બે વિકલ્પ હતા. પીએસએલની બાકી સીઝન રદ્દ કરી દેવામાં આવે અથવા સંભવિત સ્થાનો પર તેનું આયોજન કરવામાં આવે. અમારી પાસે ઇન્ટરનેશનલ કેલેન્ડરમાં થોડો આરામ છે.  આ અમારા માટે સારો સમય છે અને અમે બાકી પીએસએલ યૂએઈમાં પૂરી કરી રહ્યાં છીએ.

(9:46 pm IST)