Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગિલ અને વિહારીને મળેલી તકનો લાભ ન ઉઠાવી શકયા

ટીમ મેનેજમેન્‍ટનો વિશ્વાસ તોડયો

નવી દિલ્‍હી : બર્મિગહામના એજબેસ્‍ટન ખાતે રમાઇ રહેલી ટેસ્‍ટ સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઇન્‍ડિયાના બે બેટરોએ ટીમ મેનેજમેન્‍ટનો વિશ્વાસ તોડયો છે. આ બંને ખેલાડીઓ પર વિશ્વાસ વ્‍યકત કરતા  આ મેચમાં કેપ્‍ટનશિપ કરી રહેલા જસપ્રીત બુમરાહ અને ટીમના મુખ્‍ય કોચ રાહુલ  દ્રવિડે તેમને પ્‍લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને તક આપી હતી. પરંતુ આ બંને ફલોપ રહ્યા હતા.

રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં આ બન્ને ખેલાડીઓ પાસેથી  મોટી ઇનિંગ્‍સની અપેક્ષા હતી પરંતુ નિષ્‍ફળ રહ્યા હતા. ઓસ્‍ટ્રેલિયા સામેની ટેસ્‍ટ સીરીઝમાં ટીમ ઇન્‍ડિયા માટે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્‍યારથી તે પોતાની ગતિ જાળવી શકયો નથી.

(10:52 am IST)