Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વિમ્બલ્ડન 2022: સાનિયા મિર્ઝા-મેટ પાવિચની જોડીએ બનાવી સેમી ફાઇનલમાં જગ્યા

 નવી દિલ્હી: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના ક્રોએશિયન પાર્ટનર મેટ પેવિકે ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને જોન પિયર્સને હરાવી વિમ્બલ્ડન મિક્સ ડબલ્સની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાનિયા અને પેવિકની છઠ્ઠી ક્રમાંકિત જોડીએ સોમવારે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જોડીને એક કલાક અને 41 મિનિટમાં 6-4 3-6 7-5થી હરાવી હતી. ભારત અને ક્રોએશિયાનો મુકાબલો સેમિફાઇનલમાં સાતમી ક્રમાંકિત રોબર્ટ ફરાહ અને યેલેના ઓસ્ટાપેન્કો અને નીલ સ્કુપ્સી અને ડીઝાયર ક્રોવિચની બીજી ક્રમાંકિત જોડી વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મુકાબલાના વિજેતા સાથે થશે.

(7:38 pm IST)