Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જોની બેરિસ્ટોએ પસંદ કરી પોતાની ઓલટાઈમ પ્લેઇંગઇલેવન : માત્ર એક ભારતીય ખેલાડીને સ્થાન

ટીમમાં એક જ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરને સ્થાન : આફ્રિકા ક્રિકેટ ટીમને ચાર ખેલાડી

ઈંગ્લેન્ડના વિકેટકિપર અને બેટ્સમેન જોની બેયરસ્ટોએ પોતાની ઓલટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી લીધી છે. જેમાં માત્ર એક જ ભારતીય ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં જોની ઈંગ્લેન્ડ લિમિટેડ ઓવર સાઈડનો મુખ્ય વ્યક્તિ છે. તેણે પસંદ કરેલી ટીમમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પર સૌથી વધુ ભરોસો વ્યક્ત કર્યો છે. જોનીએ પસંદ કરેલી ટીમમાં આફ્રિકા ક્રિકેટ ટીમને ચાર ખેલાડી છે.

જોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર નહીવત કહી શકાય એવો ભરોસો વ્યક્ત કર્યો છે. તેણે પોતાની ટીમમાં એક જ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરને સ્થાન આપ્યું છે. કોઈ પણ ભારતીય બોલર જોનીની ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. જોનીની પોતાની ટીમમાં સૌથી વધું ચોંકાવનારી વાત એ છે કે, એડમ ગિલક્રિસ્ટ, કુમાર સંગાકારા અને એમ.એસ. ધોનીમાંથી કોઈ એકને પસંદ કરવાના બદલે વિકેટકિપિંગની જવાબદારી સાઉથ આફ્રિકાના ખેલાડી એબી ડિ વિલિયર્સને આપી છે.

જોનીએ પોતાની ટીમ પસંદ કરી કેપ્ટન તરીકે એલિસ્ટર કુકની પસંદગી કરી છે. જોનીએ પોતાની ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરની પસંદગી કરી છે. જ્યારે એક સ્પીનરને જગ્યા આપી છે. તેની ટીમમાં બ્રાયન લારા, સચિન તેંડુલકર, જેક્સ કાલિસ, જો રૂટ, એબી ડિ વિલિયર્સ (વિકેટકિપર), મિચેજ જોનશન, ડેલ સ્ટેન, શેન વોર્ન અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાયછે

ગત વર્ષે રમાયેલી IPL ટુર્નામેન્ટમાં જોની સન રાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. પંજાની ટીમ સામે તે સદી ચૂક્યો હતો પણ એ મેચમાં તેણે 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારીને 55 બોલમાં 97 રન બનાવ્યા હતા. રવિ બિશ્નોઈની ઓવરમાં તે આઉટ થયો હતો. પણ શાનદારી બેટિંગને કારણે એની ચર્ચા થઈ રહી હતી.

જોનીએ ડેવિડ વોર્નર સાથે મળીને પંજાબ સામેની મેચમાં 160 રનની પાર્ટનર શીપ કરી ટીમને શરૂઆતથી જ મજબુતી આપી હતી. IPL ટુર્નામેન્ટમાં 97 રન પર આઉટ થનારો તે બીજો ખેલાડી છે. એક ઓપનર તરીકે જોનીએ 1000 રન IPL ટુર્નામેન્ટમાં પૂરા કર્યા છે. જ્યારે પણ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનનું નામ લેવામાં આવે ત્યારે એનું નામ લેવામાં આવે છે. ડેવિડ વોર્નર અને જોનીની જોડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. 1000થી વધુ રન બનાવનાર તે ટુર્નામેન્ટની સાતમી જોડી છે.

(11:46 pm IST)