Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રસપ્રદ તબક્કામાં : સાત સદીનો ઇતિહાસ રચાયો 

 પાકિસ્તાનને હવે મેચ જીતવા ૧૭૪ રનની જરૂર : ૩૪૩ રનનો ઇંગ્લેન્ડે આપ્યો હતો ટારગેટ 

પાકિસ્તાનના રાવલપિંડીમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ ખૂબ જ રસપ્રદ બની ગઇ છે.

પાકિસ્તાનને આ ટેસ્ટ જીતવા માટે બીજા દાવમાં 343 રનની જરૂર છે. ટેસ્ટના પાંચમા દિવસે લંચ સુધી પાકિસ્તાને ત્રણ વિકેટે 169 રન બનાવી લીધા છે. તેને આ મેચ જીતવા માટે વધુ 174 રનની જરૂર છે.

મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલ પીચ પર હાજર છે. શકીલે 63 અને રિઝવાને 42 રન બનાવ્યા હતા. ઇનામ-ઉલ-હકે 48 રનની ઇનિંગ રમી હતી

રાવલપિંડીમાં ચાલી રહેલી આ ટેસ્ટ બંને ટીમો દ્વારા ફટકારવામાં આવેલી ઘણી સદીઓ માટે યાદ કરવામાં આવશે. આ ટેસ્ટમાં અત્યાર સુધીમાં સાત સદી ફટકારવામાં આવી છે. ચાર ઈંગ્લેન્ડના અને ત્રણ પાકિસ્તાનના. ઈંગ્લેન્ડની ટીમે પહેલા જ દિવસે જંગી સ્કોર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા જ્યારે પાકિસ્તાને જવાબમાં 579 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં સાત વિકેટે 264 રન બનાવીને ઇનિંગ્સ ઓવર ડિકલેર કરી હતી. આ રીતે પાકિસ્તાનને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ મળ્યો 

(4:35 pm IST)