Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

લાયનની ૬ વિકેટઃ ઓસ્ટ્રેલિયાઍ ફ્રેન્ક વોરેલ ટ્રોફી જાળવી રાખી

પર્થમાં ઓસ્ટ્રેલિયાઍ ગઇકાલે વેસ્ટ ઇન્ડીઝને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૬૪ રનથી હરાવીને બે મેચની સિરીઝમાં ૧–૦થી સરસાઇ મેળવવાની સાથે ફ્રેન્ક વોરેલ ટ્રોફી જાળવી રાખી હતી, ઓફ–સ્પિનર નેથન લાયન(૪૨.૫–૧૦–૧૨૮–૬) ના તરખાટે ઓસ્ટ્રેલિયાની જીત આસાન બનાવી હતી, પર÷તુ પ્રથમ દાવમાં ૨૦૪ અને બીજા દાવમાં અણનમ ૧૦૪ રન બનાવનાર માર્નસ લાબુશેનને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના ૫૯૮/૪ ડિકલેર્ડના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ૨૮૩ રન બનાવ્યા પછી ઓસ્ટ્રેલિયાઍ બીજા દાવના ૧૮૨/૨ ડિકલેર્ડના સ્કોર સાથે કેરેબિયાનોને ૪૯૮નો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ તેઓ કેપ્ટન ક્રેગ બ્રેથવેટના ૧૧૦ રન છતા આ ટીમ ૩૩૩ રનના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી.

(5:04 pm IST)