Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ક્રિકેટર નિકોલસ પુરણે ગર્લફ્રેન્ડ કેથરીનાને ઘુંટણ ઉપર બેસીને પ્રપોઝ કર્યુ હતુઃ બંનેના કિસ કરતા ફોટાએ પણ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી

અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની રમતની સાથે સાથે તેમનો આક્રમક અંદાજ, તેમની બેફિક્રી બધાને પસંદ આવે છે. ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો તેમાંથી કેટલાંક નામ છે. પરંતુ એક ખેલાડી એવો છે, જે શાંત રહે છે. ઓછામાં ઓછો જોવામ મળે છે. તેનું નામ છે નિકોલસ પૂરણ. પૂરણ આઈપીએલમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. આ IPLમાં તેને ભારતમાં રમતના કારણે નહીં પરંતુ બીજા કારણથી ચર્ચામાં લાવી દીધો છે. તેનું નામ છે કેથરીના મિગ્યુએલ. કેથરીના મિગ્યુએલ બીજું કોઈ નહીં પરંતુ તેની ગર્લફ્રેન્ડ છે. તે આ વખતે આઈપીએલમાં જોવા મળી અને ચર્ચા  થવા લાગી કે આ કોણ છે?. જોકે પછી માહિતી મળી કે તે પૂરણની ગર્લફ્રેન્ડ છે.

કેથરીનાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈએ તો લાગે છે કે તેને બીચ પર જવું, પાર્ટી કરવી અત્યંત પસંદ છે. તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. તેનો ગ્લેમરસ અંદાજ બધાને પસંદ આવે છે. 

પૂરણે પોતાની ગર્લફ્રેન્ડ કેથરીનાને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું અને તેની આ તસવીરને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળ્યો હતો. આ બંનેએ નવેમ્બર 2020માં સગાઈ કરી હતી.

નિકોલસ અને કેથરીનાનું છેલ્લાં 6 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. કેથરીનાનું બીજું એક નામ છે એલિસા મિગ્યુએલ. IPL-2020થી કેથરીના ચર્ચામાં આવી જ્યારે તે પૂરણને IPL મેચમાં ચીયર કરતી જોવા મળી.

નિકોલસ અને કેથરીના બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરવામાં પાછળ હટતા નથી. બંને સ્કૂલના દોસ્ત છે અને જોત જોતામાં તેમના બાળપણની દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ.

કેથરિનને અલગ અલગ પ્રકારના લુકમાં ફોટો શૂટ કરાવવું ખુબ જ પસંદ છે. કેથરિન હંમેશા બોલ્ડ અને બિંદાસ્ત અંદાજમાં જ જોવા મળે છે.

(4:57 pm IST)