Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન સિનિયર ભારતીય ખેલાડીઓને મળી શકે છે આરામ : આ બની શકે છે કપ્તાન

નવી દિલ્હી: ભારતીય લિમિટેડ ટીમના કેટલાક નિયમિત સભ્યોને આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની આઠ મેચોની શ્રેણી માટે આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. વિન્ડીઝ પ્રવાસમાં કયા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર સિનિયર ખેલાડીઓને જ આરામ આપવામાં આવશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી કેરેબિયન અને અમેરિકામાં ત્રણ ODI અને પાંચ T20 મેચોની મર્યાદિત ઓવરની શ્રેણી રમવાની છે.

(7:36 pm IST)