Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત : મહિલા ખેલાડીઓને પણ પુરૂષ ક્રિકેટરોના સમાન મળશે પૈસા

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટરોને પણ હવે આંતરરાષ્ટ્રીય અને ટોપ લેવલ ડોમેસ્ટિક મેચો માટે પુરૂષ ક્રિકેટરો જેટલી જ રકમ મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે પ્રોફેશનલ મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન રમત માટે સમાન વેતન મળશે. આ માટે પાંચ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં વ્હાઇટ ફર્ન્સ અને સ્થાનિક મહિલા ખેલાડીઓને ODI, T20I, ફોર્ડ ટ્રોફી અને સુપર સ્મેશ સ્તર સહિત તમામ ફોર્મેટ અને સ્પર્ધાઓમાં પુરૂષો જેટલી મેચ ફી મળશે. આ કરાર ન્યુઝીલેન્ડમાં મહિલા ક્રિકેટરોને આપવામાં આવતા કરારની સંખ્યામાં પણ વધારો કરે છે અને ઉભરતા ખેલાડીઓ માટે ઉપલબ્ધ સ્પર્ધાત્મક મેચોની સંખ્યામાં વધારો કરે છે. વ્હાઇટ ફર્ન્સની કેપ્ટન સોફી ડેવિને કહ્યું કે આ કરાર મહિલા ક્રિકેટ માટે ગેમ ચેન્જર હશે. ડેવિને કહ્યું, "આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મહિલા ખેલાડીઓ માટે પુરૂષો સાથે સમાન કરારમાં માન્યતા મેળવવી ખૂબ જ સારી વાત છે."

(7:37 pm IST)