Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભારતીય મહિલા ટીમ ના અભિયાનનો અંતઃ વર્લ્‍ડટેબલ ટેનિસમાંથી આઉટ

નવી દિલ્‍હીઃ ચીનના ચેન્‍ગ્‍ડુમાં ચાલતી વર્લ્‍ડટેબલ ટેનિસ ચેમ્‍પિયનશિપમાં ભારતની મહિલા ટીમ ચાઇનીઝ તાઇપેઇ સામેની ૦૩થી હારને પગલે સ્‍પર્ધાની બહાર થઇ ગઇ હતી. ભારતીય ટીમમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને દિયા ચિતળેનો સમાવેશ હતો.

આ ત્રણેય પ્‍લેયર્સ તેમની સિંગલ્‍સમાં હારી ગઇ હતી. ભારતના પુરુષોની ટીમ આજે ચીન સામે પ્રી-કવાર્ટર ફાઇનલ રમશે.

(3:55 pm IST)