Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રજાની મજા માણતા રોહિત અને ઋષભ

રાજકોટઃ બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ઘણા મહત્વના ખેલાડીઓને બ્રેક આપ્યો હતો. જેમાં રોહિત શર્મા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. આ બ્રેક એટલા માટે આપવામાં આવ્યો હતો કે જેથી તે પોતાની જાતને ફ્રેશ કરી શકે. ઋષભ પંત અને ટી-૨૦ ટીમના કેપ્ટન રોહિત શર્મા આ મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા મળેલા બ્રેકનો આનંદ માણી રહ્યા છે. રોહિત શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર એક ફોટો મૂકયો છે. આમાં પંત બોટ ચલાવી રહ્યો છે અને રોહિત તે બોટમાં સવાર છે.

(2:53 pm IST)