Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભારત -દક્ષિણ આફ્રિકા વચ્ચે 26મીએ રમાશે પ્રથમ ટેસ્ટ :સિરીઝનું નવુ શિડ્યૂલ જાહેર

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર માત્ર 3 ટેસ્ટ અને 3 વનડેની શ્રેણી રમશે. T20 સિરીઝ મુલતવી

મુંબઈ :T20 અને ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ, હવે ટીમ ઈન્ડિયાનું આગામી મિશન દક્ષિણ આફ્રિકા  છે જ્યાં તેને ODI અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે મુંબઈમાં એક સપ્તાહનો કેમ્પ યોજાવા જઈ રહ્યો છે અને તેના માટે નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખેલાડીઓને માનસિક અને ટેકનિકલી રીતે તૈયાર કરવા જઈ રહ્યા છે.

 

આ પહેલા ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ, ODI અને T20 સિરીઝ રમવાની હતી, પરંતુ ત્યાં કોરોનાના Omicron વેરિયન્ટના ફેલાવાને કારણે T20 સિરીઝ સ્થગિત કરવામાં આવી છે. સોમવારે ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણીના નવા શિડ્યુલની જાહેરાત કરવામાં આવી છે.

 

ભારત-દક્ષિણ આફ્રિકા પ્રવાસના નવા શેડ્યૂલ અનુસાર, ટીમ ઈન્ડિયા બોક્સિંગ ડે પર સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ રમશે. આ પછી, વર્ષ 2022ની પ્રથમ ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં થશે અને ત્યારબાદ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ કેપટાઉનમાં થશે. ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ બે મેચ પાર્લમાં રમાશે. છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે.

ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી

1લી ટેસ્ટ – 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય-1.30 કલાક
2જી ટેસ્ટ– જાન્યુઆરી 03-07, જોહાનિસબર્ગ, સમય-1.30 કલાક
3જી ટેસ્ટ – 11-15 જાન્યુઆરી, કેપ ટાઉન, સમય-2.00 કલાક

ત્રણ મેચની વન-ડે શ્રેણી

1લી ODI – 19 જાન્યુઆરી, પાર્લ, સમય – 2.00 PM

2જી ODI – 21 જાન્યુઆરી, પાર્લ, સમય – બપોરે 2.00 વાગ્યે

ત્રીજી ODI – 23 જાન્યુઆરી, કેપટાઉન, સમય – બપોરે 2.00 કલાકે

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે થઈ શકે છે. ભારતીય પસંદગીકારો મુંબઈમાં છે અને આ બેઠકમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ હાજર રહેશે. અહેવાલો અનુસાર, દક્ષિણ આફ્રિકા પ્રવાસની ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા રહાણેને ટીમમાં ઈચ્છે છે પરંતુ હવે તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં રમવું મુશ્કેલ છે. માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ વાઇસ કેપ્ટન રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. ચેતેશ્વર પૂજારાના વિકલ્પ તરીકે ઈન્ડિયા-એના ખેલાડીઓ પણ રેસમાં છે. જેમાં પ્રિયંક પંચાલ, હનુમા વિહારીનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીની ટીમમાંથી ઈશાંત શર્માનું પત્તુ કપાઈ શકે છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી, તેથી પસંદગીકારો આ પ્રવાસ માટે ટીમની પસંદગી કરવામાં સહેજે કચાશ રાખવાના નથી.

(12:04 am IST)