Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આગામી વન-ડે વર્લ્‍ડ કપ માટે ગિલ ઓપનીંગનો મજબૂત દાવેદાર, તે ૧૦ વર્ષમાં લિજેન્‍ડ બની જશે

દેશમાં રમતના વિકાસમાં યોગદાન આપી શકુ તેમા વાંધો નથીઃ યુવરાજ

નવી દિલ્‍હીઃ ૨૦૧૧માં ભારતને વર્લ્‍ડ ચેમ્‍પિયન બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર યુવરાજસિંહનું માનવું છે કે શુભમન ગિલ ભારતમાં યોજાનાર ૨૦૨૩ વન-ડે વર્લ્‍ડ કપમાં ઈનિંગ્‍સની શરૂઆત કરવા માટે મજબૂત દાવેદાર છે. યુવરાજે બ્‍લાઈન્‍ડ ટી-૨૦ વર્લ્‍ડ કપના ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગ કહ્યું કે હું માનું છું કે શુભમન ખૂબ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે અને તેના પ્રદર્શનમાં સાતત્‍ય છે. મને લાગે છે કે તે ૨૦૨૩ વર્લ્‍ડ કપમાં ભારત માટે ઈનિંગ્‍સની શરૂઆત કરવા માટે પ્રબળ દાવેદાર છે.

 યુવરાજે કહ્યું કે શુભમન ખૂબ જ મહેનતુ ખેલાડી છે અને તમામ સારી બાબતો પર ધ્‍યાન આપે છે.  હું માનું છું કે તે આગામી ૧૦ વર્ષમાં લિજેન્‍ડ બની જશે. તેણે ટી૨૦ વર્લ્‍ડ કપમાં ભારતીય ટીમના પ્રદર્શન અને રાષ્‍ટ્રીય પસંદગીકારોની હકાલપટ્ટી અંગે ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

એક સવાલના જવાબમાં યુવરાજે કહ્યું કે તે સ્‍પોર્ટ્‍સ એડમિનિસ્‍ટ્રેટર કે ક્રિકેટર બનવા તૈયાર છે.  જો હું દેશમાં રમતના વિકાસમાં યોગદાન આપી શકું તો મને કોઈ વાંધો નથી.  તે માત્ર ક્રિકેટ જ નથી પરંતુ હું દેશમાં રમતગમતના વિકાસમાં યોગદાન આપવા માંગુ છું.

(10:58 am IST)