Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આજે વર્લ્‍ડકપમાં ચાર બાબતો પર નજર

ફિફા વર્લ્‍ડકપમાં આજે એશિયન જાયન્‍ટ જપાનનો ૨૦૧૮ના ગયા વર્લ્‍ડકપનના રનર-અપ ક્રોએશિયા સાથે પ્રી-કવાર્ટર ફાઇનલમાં મુકાબલો છે. અને સ્‍પેન તથા જર્મનીને હરાવીને અપસેટ સર્જનાર જેપનીઝ ટીમ સામે આજે ક્રોઅ઼ેશિયા પુરી તાકાત અને સમજદારીથી નહી રમે તો એણે આઉટ થઇ જવાનો વારો આવશે. જપાનની ટીમ મિડફીલ્‍ડમાં તેમજ ડિફેન્‍સમાં ક્રોએશિયાની જે નબળાઇ છે એનો લાભ ઉઠાવવાની જરૂર કોશિશ કરશે આજની બીજી પ્રી-કર્વાટરમાં બીજા એશિયન જાયન્‍ટ સાઉથ કોરિયા સામે રમનાર બ્રાઝિલની ટીમ જીતવા માટે ફેવરિટ છે. બ્રાઝિલે જે ટીમનો આજે સામનો કરવાનો છે. એણે ત્રણ દિવસ પહેલા ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોની પોર્ટુગલની ટીમને એકસ્‍ટ્રા ટાઇમના ગોલથી ૨-૧થી હરાવીને  અપસેટ સરજયો હતો. કોરિયન ટીમે બ્રાઝિલ સામે બાહોશ બનવાની સાથે ધૈર્યથી રમવુ પડશે.

(11:03 am IST)