Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લાયનની ૬ વિકેટઃ ઓસ્‍ટ્રેલિયાએ ફ્રેન્‍ક વોરેલ ટ્રોફી જાળવી રાખી

પર્થમાં ઓસ્‍ટ્રેલિયાએ ગઇકાલે વેસ્‍ટ ઇન્‍ડીઝને સિરીઝની પ્રથમ ટેસ્‍ટમાં ૧૬૪ રનથી હરાવીને બે મેચની સિરીઝમાં ૧-૦થી સરસાઇ મેળવવાની સાથે ફ્રેન્‍ક વોરેલ ટ્રોફી જાળવી રાખી હતી, ઓફ-સ્‍પિનર નેથન લાયન(૪૨.૫-૧૦-૧૨૮-૬) ના તરખાટે ઓસ્‍ટ્રેલિયાની જીત આસાન બનાવી હતી, પરૅતુ પ્રથમ દાવમાં ૨૦૪ અને બીજા દાવમાં અણનમ ૧૦૪ રન બનાવનાર માર્નસ લાબુશેનને મેન ઓફ ધ મેચનો પુરસ્‍કાર અપાયો હતો.

ઓસ્‍ટ્રેલિયાના પ્રથમ દાવના ૫૯૮/૪ ડિકલેર્ડના જવાબમાં વેસ્‍ટ ઇન્‍ડિઝે ૨૮૩ રન બનાવ્‍યા પછી ઓસ્‍ટ્રેલિયાએ બીજા દાવના ૧૮૨/૨ ડિકલેર્ડના સ્‍કોર સાથે કેરેબિયાનોને ૪૯૮નો લક્ષ્યાંક આપ્‍યો હતો, પરંતુ તેઓ કેપ્‍ટન ક્રેગ બ્રેથવેટના ૧૧૦ રન છતા આ ટીમ ૩૩૩ રનના સ્‍કોર પર આઉટ થઇ ગઇ હતી.

(11:03 am IST)