Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટી૧૦માં પુરનની ટીમ પોલાર્ડની ટીમને હરાવીને ફરી ચેમ્‍પિયન

અબુ ધાબીમાં રવિવારે અબુધાબી ટી૧૦ની ફાઇનલ રમાઇ હતી, જેમાં વેસ્‍ટ ઇન્‍ડિઝના નિકોલસ પુરનના સુકાનમાં ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ડેકકન ગ્‍લેડિયેટર્સે કીરોન પોલાર્ડની ન્‍યુ યોર્ક સ્‍ટ્રાઇકર્સને ૩૭ રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. બેટિંગમાં મળ્‍યા બાદ ડેકકને ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૨૮ રન બનાવ્‍યા હતા, જેમાં ડેવિડ વિસ(અણનમ ૪૩, ૧૮ બોલ, ચાર સિકસર, બે ફોર) અને પુરન (૪૦ રન, ૨૩ બોલ, એક સિકસર, પાંચ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા ઓપનિંગમાં સુરેશ રૈના ૭ અને આન્‍ડ્રે રસેલ ૯ રન બનાવી શકયા હતા. ન્‍યુ યોર્કની ટીમે ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ફકત ૯૧ રન બનાવ્‍યા હતા, જેમાં ૨૩ રનનું યોગદાન આપનાર પોલાર્ડ રિટાયર હર્ટ થયો હતો. ડેકકનના જોશ લિટલ અને મોહમ્‍મદ હસનૈને બે-બે વિકેટ લીધી હતી.સ્‍પર્ધામાં પોલાડેના ૯ મેચમાં માત્ર ૧૦૧ રન અને ડેવિડ મિલરના ૧૦ મેચમાં ફકત ૧૦૯ રન હતા. રૈના ૭ મેચમાં ફકત ૩૫ રન બનાવી શકયો હતો. ડવેઇન પ્રિટોરિયસ અને જોર્ડન થોમ્‍પસનની ૧૨-૧૨ વિકેૅટ હાઇએસ્‍ટ હતી.

(4:42 pm IST)