Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ધોનીના ઘરે નવા મહેમાનનું આગમન

 રાંચીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના ઘરે નવો મહેમાન આવ્યો છે.  ધોનીની પત્ની સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે.  જેના કેપ્સશનમાં લખ્યું છે કે, ઘરમાં તમારૂ સ્વાગત છે ચેતક, જ્યારે તું લીલી (ડોગીનું નામ)ને મળ્યો તો તે એક જેન્ટલમેન જેવું વર્તન કર્યું. તને હસતા મોઢે અમારા પરિવારમાં સ્વિકારવામાં આવી રહ્યો છે.  આમ બાઈકનો શોખીન ધોની હવે ઘોડે સવારી કરતો નજરે પડશે.

(4:07 pm IST)