Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કસ્‍ટર્ન અને મેકલમ ઇંગ્‍લેન્‍ડની ટીમના કોચ બનવા મુખ્‍ય દાવેદાર

 

 

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડની લિમિટેડ ઓવર્સ માટેની ટીમ (વન-ડે તેમ જ ટી૨૦) નો હેડ-કોચ બનવા માટેના  દાવેદારોમાં અગ્રેસર છે. ઇંગ્‍લેન્‍ડની ટેસ્‍ટ-ટીમના હેડ-કોચ તરીકે ભારતના ૨૦૧૧ વર્લ્‍ડ કપના ચેમ્‍પિયન-કોચ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્‍ટનનું નામ સૌથી  આગળ છે.

મેકલમ કલકત્તા નાઇડ રાઇડર્સનો  હેડ-કોચ અને ગેરી કર્સ્‍ટન ગુજરાત ટાઇટન્‍સનો બેટિગ-કોચ છે. બન્ને કોચની નિયુકત સંબંધે ઇંગ્‍લેન્‍ડનું ક્રિકેટ બોર્ડ જે નિર્ણય લેશે એ પહેલાં કેપ્‍ટન ઇયોન ર્મોર્ગન સાથે સલાહ-મસલત કરવામાં આવશે એવું બોર્ડના નવા મેનેજિંગ ડિરેકટર રોબર્ટ કીએ જણાવ્‍યુ હતું.(

(3:51 pm IST)