Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રોજર ફેડરરે ફ્રેંચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાંથી અધવચ્ચેથી બહાર નીકળી જવાનો કર્યો નિર્ણય

ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ એક વર્ષ પછી ટેનિસમાં પાછા ફરેલા ફેડરરે કહ્યું - તેના માટે રમત કરતા તેના શરીરનું ધ્યાન રાખવું જરૂરી

વિશ્વના પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આજે ફ્રેંચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે. મેચના ત્રીજા રાઉન્ડ બાદ તે ખુબ થાકેલો જણાતો હતો. ત્રીજી રાઉન્ડના મુશ્કેલ વિજય બાદ લગભગ 12 કલાક પછી ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

ફેડરરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ આશરે એક વર્ષના ગાળા બાદ તે ટેનિસમાં પાછો ફર્યો હતો. પરંતુ તેના માટે રમત કરતા તેના શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે. . 39 વર્ષીય રોજર ફેડરરે સોમવારે ચોથા રાઉન્ડની મેચમાં માટ્ટીઓ બેરેટ્ટીની સાથે મુકાબલો હતો

 

ફ્રેન્ચ ટેનિસ ફેડરેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, જણાવ્યું છે કે, 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે કહ્યું છે કે, 'બે ઘુંટણની સર્જરી અને લગભગ એક વર્ષના રિહેબ બાદ તે મહત્વપૂર્ણ છે કે હું મારી બોડીનું સાંભળુ અને આગળ ટૂર્નાનેન્ટમાં ન રમુ. તેમણે વધુમાં કહ્યું, 'હું ખુશ છું કે મેં ત્રણ મેચ રમી છે. કોર્ટ પર પાછા ફરવા કરતાં બીજું કંઇ સારું નથી. '

ફેડરર 8 ઓગસ્ટે 40 વર્ષનો થઈ જશે અને 2020 ઓસ્ટ્રેલિયન ઓપન પછી તેનો પ્રથમ મેજર રમી રહ્યો હતો. તે ટૂર્નામેન્ટ પછી તરત જ તેને તેના જમણા ઘૂંટણ પર બે સર્જરી કરવી પડી હતી.

2009 માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતનાર ફેડરર ક્લે કોર્ટ સ્લેમ માટે પેરિસ પહોંચતા પહેલા આ સીઝનમાં માત્ર ત્રણ મેચ રમ્યો હતો. ફેડરરે ગયા મહિને સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ વખતે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ મેળવવા માટે સક્ષમ જણાઈ રહ્યો નથી. પરંતુ તેના બદલે ગ્રાસ-કોર્ટના મેજર વિમ્બલ્ડન પર નજર છે, જેમાં તેણે આઠ વાર રેકોર્ડ ખિતાબ જીત્યો છે. જેનો પ્રારંભ 28 જૂનથી ઓલ ઇંગ્લેંડ ક્લબથી થશે.

ટૂર્નામેન્ટના ડિરેક્ટર ગાય ફોર્ગેટે એક નિવેદનમાં કહ્યું છે કે, 'ફેડરરની વિદાયથી રોલેન્ડ ગેરોસ નિરાશ છે, જેમણે ગઈ રાતે ટૂર્નામેન્ટમાં ઉત્સાહ બતાવ્યો. રોજરને પેરિસમાં રમતા જોઈને આપણે બધા ખુશ થયા. બાકીની સિઝન માટે અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ. '

(11:53 am IST)