Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સુરેશ રૈનાની કેપ્ટન કુલને ઈમોશનલ ભેટ ! : મહેન્દ્રસિંગ ધોનીનાં જન્મદિવસ પર ઈમોશનલ વીડિયો શેર કર્યો

ધોનીના જન્મદિવસે સુરેશ રૈના ભાવુક થયો : ઈન્સ્ટાગ્રામ પર રૈનાએ ધોની સાથે ઘણી તસવીરો સાથેની રીલ શેર કરી

મુંબઈ તા.07 : આજે ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને બેસ્ટ ફિનિસર્સમાના એક મહેન્દ્રસિંગ ધોનીનો જન્મદિવસ છે. જેને લઈ સુરેશ રૈનાએ એક ઈમોશનલ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી છે. જેમાં તેની અને ધોનીની અનેક ફોટો સાથેની એક રીલ મૂકવામાં આવી છે. જેમાં તે ભાવુક થઈ ગાયો હતો.

ફરી એકવાર મિસ્ટર IPLએ ધોની માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સુરેશને ધોની પ્રત્યે ઘણો લગાવ છે, ટીમ ઈન્ડિયાથી લઈને IPLની ચેન્નાઈ ટીમ સુધી, ધોની અને રૈના ઘણા વર્ષો સુધી સાથે રમ્યા. તેમજ સુરેશ રૈના દરેક વખતે ધોનીને પોતાનો મોટો ભાઈ કહે છે.

ધોનીના જન્મદિવસે સુરેશ રૈના ભાવુક થઈ ગયો હતો, અને તેણે માહી વિશેની રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, આ રીલમાં રૈનાએ ધોની સાથે ઘણી તસવીરો અને વીડિયો મૂક્યા છે. સાથે જ કેપ્શન દ્વારા ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

(8:42 pm IST)