Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નેશનલ કરાટે ચેમ્યિનશીપમાં ધ્રુવી વાઘેલાએ ૬ ગોલ્ડ જીત્યા

રાજકોટઃ શિવમ માર્શલ આર્ટસ વિથ મેડિટેશન દ્વારા યોજાયેલા દ્વિતીય નેશનલ કરાટે ચેમ્પિયનશીપ મેચમાં સનસાઈન ગ્રુપની ધ્રુવી વાઘેલાએ ફાઈટ્સ અને વેપન્સ જેવી જુદી જુદી ઈવેન્ટમાં કુલ ૬ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં જુદા જુદા રાજયોમાંથી ૭ ટીમોએ ભાગ લીધો હતો. ધ્રુવી આ રાષ્ટ્રીય સફળતા પછી દુબઈ ખાતે યોજાનાર ફેબ્રુઆરી ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય મેચ માટે પણ કવોલિફાઈડ થયેલ છે. તેમને સનસાઈન ગ્રુપના ડિરેકટર પ્રો.ડો.વિકાસ અરોરા, સંસ્થાના ચેરમેન મીનેશ માથુરે શુભકામનાઓ પાઠવી હતી.

(2:25 pm IST)