Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ખો- ખો સ્પર્ધામાં ખામટાની મહિલા કોલેજ તૃતિય

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ખો- ખો સ્પર્ધા (બહેનો)નું આયોજન શ્રીમતી મોતીબેન જાદવજીભાઈ માલાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મહિલા કોલેજ- ખામટા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થાને જાફરાબાદ કોલેજ, દ્વિતીય એમ.વી.એમ. કોલેજ અને શ્રી મહિલા કોલેજ- ખામટાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા ટીમોને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢીયા, સહમંત્રી હંસરાજભાઈ લીંબાસીયા અને કોલેજના આચાર્ય ચેતનાબેન ઠુંમરએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડી.જતીન સોની, સ્પર્ધાના નિરીક્ષક ડો.નીલાબેન એસ. ઠાકર, પસંદગી સમિતિમાં ડો.અલ્કાબેન જોશી, ડો.આર.બી. સરવૈયા, ટી.સી. વાસવા, ડો.શૈલેષ જે.બુટાણી, ડો.જયશ્રીબેન વી.મકવાણા, ડો.મીનાક્ષી પટેલ ઉપસ્થિત રહયા હતા.

(2:26 pm IST)