Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

શિરાજનો ત્રીજો ટેસ્ટ રમવો શંકાસ્પદઃ ઇજા થતાં બોલીંગ કરી, દ્રવીડે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ  ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ કેપટાઉનમાં ૧૧ જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં હેમસ્ટ્રિંગમાં ઇજાના કારણે  સંપૂર્ણ રીતે ફિટ નથી.  

 દ્રવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, સિરાજ સંપૂર્ણપણે ફિટ નથી અને અમારે આગળ વધવું પડશે અને તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવું પડશે કે તે આગામી ચાર દિવસમાં ફિટ થઈ શકશે કે નહીં,  તેના જવાબમાં કહયું ફિઝિયો સ્કેન કર્યા પછી ચોક્કસ સ્થિતિ કહી શકાશે.  ઈજા હોવા છતાં બોલિંગ કરવા બદલ કોચે સિરાજની પ્રશંસા કરી હતી.   જો સિરાજ ત્રીજી મેચમાં નહીં રમે તો ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે.  હનુમા વિહારી પણ બીજી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.  જ્યાં સુધી હનુમા વિહારીની ઈજાનો સંબંધ છે, હું તેની ઈજા વિશે વધુ જણાવવાની સ્થિતિમાં નથી કારણ કે મેં ફિઝિયો સાથે વિગતવાર ચર્ચા કરી નથી.તેમ દ્રવીડે કહયું હતુ.

    

(2:59 pm IST)