Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સચીન ભારતનું ગૌરવ છે અને સદાય રહેશેઃ શ્રીસંત

કટ આઉટને કાળા રંગે રંગી નખાયાના પગલે પ્રત્‍યાઘાતો

કેરળઃ યુથ કોંગ્રસના કાર્યકરો દ્વારા, સચીનના કિસાન આંદોલન અંગેના ટવીટ પછી તેના કટ આઉટને કાળા ઓઇલી રંગી નાખ્‍યા પછી સચીનના બચાવમાં ફાસ્‍ટ બોલર શ્રીસંત આગળ આવ્‍યો છે. તેણે ટવીટ કરીને લખ્‍યું છે કે ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક કાર્યથી હું દુઃખી છું. તેમણે ૧૩૦ કરોડ ભારતીયોના દીલ દુભાવ્‍યા છે. સચીન પાજી ભારતનું ગૌરવ રહ્યા છે અને સદાય રહેશે.

(10:41 am IST)