Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભારતને વિજયનો ૪૨૦ રનનો પડકાર, ટેસ્ટ રસપ્રદ તબક્કામાં

ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટનો ચોથો દિવસ : અશ્વિનની વેધક બોલિંગ, પ્રવાસી ટીમના બીજી ઈનિંગ્સમાં ૧૭૮ રન, ભારતના બીજી ઈનિંગ્સમાં ૧ વિકેટે ૩૪ રન

ચેન્નાઇ, તા. : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડે ૧૭૮ રન પર સમેટાઈ ગઈ. જેથી હવે ભારતને ૪૨૦ રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડે ૨૪૧ રનની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે ૪૦ જ્યારે ઓલી પોપે ૨૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને વિકેટ ઝડપી હતી.

ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે ૪૨૦ રનનો પીછો કરતાં વિકેટે ૩૪ રન કર્યા છે. ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ ક્રિઝ પર ઊભા છે. રોહિત શર્મા ૧૨ રને જેક લીચની બોલિંગમાં બોલ્ડ થયો.

ઇંગ્લેન્ડ ભારત સામે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચેન્નાઈ ખાતે ૧૭૮ રન પર ઓલઆઉટ થયું છે. ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં ૨૪૧ રનની લીડ મળી હતી અને હવે વધુ ૧૭૮ રન જોડાતા તેમણે ભારતને ૪૨૦ રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને , શાહબાઝ નદીમે , જ્યારે જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્માએ - વિકેટ લીધીછે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ૫૭૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પછી ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૭ રન બનાવી શકી હતી. અશ્વિનની વિકેટને કારણે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ ૧૭૮ રન પર સમેટાઈ ગઈ અને ભારતને ચોથા દિવસે જીતવા માટે ૪૨૦ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. અશ્વિને ૧૭. ઓવરમાં ૬૧ રન આપી વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં વિકેટ પણ લીધી હતી.

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૫૭૮

ભારત પ્રથમ દાવ :

રોહિત

કો. બટલર બો. આર્ચર

૦૬

ગિલ

કો. એન્ડરસન બો. આર્ચર

૨૯

પુજારા

કો. બર્ન્સ બો. બેસ

૭૩

કોહલી

કો. પોપ બો. બેસ

૧૧

રહાણે

કો. રુટ બો. બેસ

૦૧

પંત

કો. લીચ બો. બેસ

૯૧

સુંદર

અણનમ

૮૫

અશ્વિન

કો. બટલર બો. લીચ

૩૧

નદીમ

કો. સ્ટોક્સ બો. લીચ

૦૦

ઇશાંત શર્મા

કો. પોપ બો. એન્ડરસન

૦૪

બુમરાહ

કો. સ્ટોક્સ બો. એન્ડરસન

૦૦

વધારાના

 

૦૬

કુલ

(૯૫. ઓવરમાં ઓલઆઉટ)

૩૩૭

પતન  : -૧૯, -૪૪, -૭૧, -૭૩, -૧૯૨, -૨૨૫, -૩૦૫, -૩૧૨, -૩૨૩, ૧૦-૩૩૭

બોલિંગ : એન્ડરસન : ૧૬.--૪૬-, આર્ચર : ૨૧--૭૫-, સ્ટોક્સ : --૧૬-, લીચ : ૨૪--૧૦૫-, બેસ : ૨૬--૭૬-, રુટ : --૧૪-.

ઇંગ્લેન્ડ બીજો દાવ :

બર્ન્સ

કો. રહાણે બો. અશ્વિન

૦૦

સિબલે

કો. પુજારા બો. અશ્વિન

૧૬

લોરેન્સ

એલબી બો. ઇશાંત

૧૮

રુટ

એલબી બો. બુમરાહ

૪૦

બેનસ્ટોક

કો. પંત બો. અશ્વિન

૦૭

પોપ

કો. રોહિત બો. નદીમ

૨૮

જોસ બટલર

સ્ટ. પંત બો. નદીમ

૨૪

ડોમ બેસ

એલબી બો. અશ્વિન

૨૫

જોફ્રા આર્ચર

બો. અશ્વિન

૦૫

જેક લીચ

નોટઆઉટ

૦૮

એન્ડરસન

કો એન્ડ બો. અશ્વિન

૦૦

વધારાના

 

૦૭

કુલ

(૪૬. ઓવરમાં ઓલઆઉટ)

૧૭૮

પતન  : -, -૩૨, -૫૮, -૭૧, -૧૦૧, -૧૩૦, -૧૬૫, -૧૬૭, -૧૭૮, ૧૦-૧૭૮

બોલિંગ : અશ્વિન : ૧૭.--૬૧-, નદીમ : ૧૫--૬૬-, ઇશાંત શર્મા : --૨૪-, બુમરાહ : --૨૬-, સુંદર : ---

ભારત બીજો દાવ :

રોહિત

બો. લીચ

૧૨

ગિલ

અણનમ

૧૫

પુજારા

અણનમ

૧૨

કુલ

(૧૩ ઓવરમાં એક વિકેટે)

૩૯

પતન  : -૨૫

બોલિંગ : આર્ચર : --૧૩-, લીચ : --૨૧-, એન્ડરસન : ---, બેસ : ---

(7:46 pm IST)