Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સીલની વધુ એક ચૂંટણીમાં વિરાટ કોહલીનો આ વખતે સહજે માટે પરાજય થઇ ગયો

દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની વધુ ચૂંટણીમાં વિરાટ કોહલીનો આ વખતે પણ સહેજ માટે પરાજય થઇ ગયો. ICCએ ક્રિકેટ રસિકોને ક્યા ખેલાડીનું કવર ડ્રાઇવ સારું હોવાનું પુછ્યું હતું. જેમાં ચાર ખેલાડીઓની તુલના કરવાની હતી. ગત વખતે પણ શ્રેષ્ઠ કેપ્ટનશિપની તુલનામાં કોહલી પાક.ના PM અને પૂર્વ પાક. ક્રિકેટ કેપ્ટન ઇમરાન સામે નજીવા અંતરે હારી ગયો હતો.

આ વખતે પણ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ કોહલી સામે નજીવા અંતરે જીતી ગયો. અન્ય ખેલાડીઓમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રુટ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનો સમાવેશ કરાયો હતો.

પોલમાં કોહલી, રુટ, બાબર, વિલિયમ્સન વચ્ચે તુલના હતી

આઇસીસીએ પોલિંગમાં ફેન્સને ભારતના વિરાટ કોહલી, પાકિસ્તાનના બાબર આઝમ, ઇંગ્લેન્ડના જૉ રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનમાંથી કોનુ કવર ડ્રાઇવ વધુ સારુ હોવાનો સવાલ પુછ્યો હતો.

ICC કંઇકને કંઇ નુસ્ખા કરતું રહે છે ICC Poll kohli

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે હંમેશા કંઇકને કંઇક નુસ્ખા કરતુ રહે છે. તેના માટે ક્રિકેટ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ફેન્સ માટે પોલિંગ પણ કરતુ રહે છે. આ ક્રમમાં તાજેતરમાં આઇસીસીએ બેસ્ટ કવર ડ્રાઇવ માટે પોલ કર્યો હતો.

આઇસીસીના આ પોલમાં ફેન્સને વિલિયમસન અને જૉ રૂટના કવર ડ્રાઇવમાં વધુ રૂચિ ન હતી બતાવી, પરંતુ કોહલી અને બાબર આઝમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

બાબર આઝમ સાથે કાંટાની ટક્કર

આઇસીસીના આ પોલમાં જૉ રૂટને માત્ર 1.1 અને કેન વિલિયમસનને 7.1 ટકા મત મળ્યા. જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 45.9 ટકા મત મળ્યા તો પાકિસ્તાનના બાબર આઝમને 46% મત મળ્યા હતા. આમ આ પૉલમાં બાબર આઝમ વિજેતા થયો હતો.

(5:20 pm IST)