Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પુત્રી સાથે રૂમમાં કસરત કરતો જોશ બટલર

રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર- બેટ્સમેન જોશ બટલર આવતીકાલથી શરૂ થતી આઈપીએલની ૧૪મી સીઝન ગજાવવા ભારે મહેનત કરી રહ્યો છે. રાજસ્થાન ટીમનો મુંબઈમાં ચાલી રહેલા પ્રેકિટસ- કેમ્પમાં બટલર સામેલ છે. તેણે હોટેલમાં વર્કઆઉટ દરમ્યાનનો કયુટ વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડિયોમાં બટલર તેની બે વર્ષની પુત્રી જયોજિયા સાથે રૂમમાં એકસરસાઈઝ કરતો જોવા મળી રહ્યો છે.

(3:37 pm IST)