Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વિરાટ કોહલી ટી-૨૦માં ૧૦૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બનશે

આ સિઝનમાં મોટા રેકોર્ડ ઈંતઝાર કરી રહ્યા છે : કોહલી છેલ્લી ૧૩ સિઝનથી રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ સાથે જોડાયેલો છે, તે ૨૦૧૩થી ટીમનો કેપ્ટન છે

નવી દિલ્હી,તા. :  વિરાટ કોહલી એટલે રન મશીન કહીએ તો કંઈ ખોટું કહેવાય. કેમ કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. તે એક સિઝનમાં ૯૦૦થી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. કોહલીએ ૨૦૧૬ની સિઝનમાં ૯૭૩ રન બનાવ્યા હતા. આઈપીએલની ૧૪મી સિઝન પણ અનેક રેકોર્ડ સાથે કોહલીનો ઈંતઝાર કરી રહી છે. એવા કયા રેકોર્ડ છે જે કોહલી સિઝનમાં બનાવી શકે છે. તેના પર નજર કરીએ. વિરાટ કોહલી આઈપીએલમાં ૬૦૦૦ રન બનાવવાથી માત્ર ૧૨૨ રન દૂર છે. આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તે અત્યાર સુધી ૧૯૨ મેચમાં ૩૮.૧૭ની એવરેજથી ૫૮૭૮ રન બનાવી ચૂક્યો છે. જેમાં સદી અને ૩૯ અર્ધસદીનો સમાવેશ થાય છે.

૫માંથી સદી તો વિરાટ કોહલીએ ૨૦૧૬માં ફટકારી હતી. વિરાટ કોહલી ટી-૨૦માં ૧૦ હજાર રન બનાવવાથી માત્ર ૨૬૯ રન દૂર છે. કોહલીએ ૩૦૪ ટી-૨૦ મેચમાં ૯૭૩૧ રન બનાવ્યા છે. તેની એવરેજ ૪૧.૯૪ ટકા છે. કોહલી ટી-૨૦માં ૨૬૯ રન બનાવશે તેની સાથે તે ૧૦,૦૦૦ રન બનાવનારો પહેલો ભારતીય બેટ્સમેન બની જશે. ઓવરઓવ ટી-૨૦માં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. તેણે ૪૧૬ મેચમાં ૧૩,૭૨૦ રન બનાવ્યા છે. જ્યારે કીરોન પોલાર્ડ ૧૦,૬૨૯ રન બનાવી ચૂક્યો છે. પાકિસ્તાનના શોએબ મલિકે ૧૦,૪૮૮ રન બનાવ્યા છે.

કોહલી યાદીમાં છઠ્ઠા નંબરે છે. વિરાટ સિઝનમાં મેચ રમતાંની સાથે આઈપીએલમાં ૨૦૦ મેચ પૂરી કરી લેશે. તે એક ફ્રેન્ચાઈઝીમાંથી ૨૦૦ મેચ રમનાર પહેલો ખેલાડી બની જશે. કોહલી વર્ષ ૨૦૦૮થી આરસીબી સાથે જોડાયેલો છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા આઈપીએલમાં ૨૦૦ મેચ રમી ચૂક્યા છે.

(7:43 pm IST)