Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સ્પિનરોની કમાલઃ ટીમ ઇન્ડિયાએ ૪-૧થી સિરીઝ જીતી

ભારત ૧૮૮/૭, વિન્ડીઝ ૧૦૦/૧૦

હાર્દિકે કેપ્ટનશીપ કરી, ઐય્યરની શાનદાર ફીફટીઃ અશ્વિન પટેલ મેન ઓફ ધ મેચ, અશર્દીપસિંધ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર

નવી દિલ્હી : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી૨૦ સિરીઝ ભારતે ૪-૧ થી જીતી લીધી છે. અંતિમ મેચમાં રોહિત શર્મા ને આરામ આપતા, હાર્દિક પંડયાની આગેવાનીમાં અંતિમ મુકાબલો  જીતી લીધી હતો. અશ્વિન પટેલ મેન ઓફ ધ મેચ જયારે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ અર્શદીપને મળ્યો હતો.

ભારતે શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૮૯ રનનો પડકાર ૭ વિકેટે રાખ્યો હતો. રવિ બિશ્નોઇ એ ૪ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલીંગ આક્રમણ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રીતસરની ઘૂંટણીયે પડી ગઇ હતી. અક્ષર પટેલે શરૃઆતની ત્રણ વિકેટ ઝડપી લઇને વેસ્ટ ઇન્ડિઝને પરેશાન કરી દીધુ હતું. બાકીનું કામ કુલદીપ યાદવ અને રવિ બિશ્ચોઇએ શાનદાર બોલીંગ પ્રદર્શન વડે પુરૃ કર્યુ હતું. એક જ ઓવરમાં બે બે વિકેટ બંનેએ વારાફરતી ઝડપતા વેસ્ટ ઇન્ડિઝની હાર નિશ્ચિત બની ગઇ હતી. રવિ બિશ્નોઇએ ૨.૪ ઓવર કરીને ૪ વિકેટ ૧૬ રન આપીને ઝડપી હતી, તેણે બે ઓવરમાં બે-બે વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી હતી. તેણે પણ એક જ ઓવરમાં ૨ વિકેટ ઝડપી હતી. બંનેએ વિકેટોનો સિલસિલો  સર્જતા જ ભારતીય ચાહકોને વિજય સામે દેખાવા લાગ્યો હતો.

શિમરોન હેટમાયરે એકલા હાથે ચોગ્ગા અને છગ્ગામાં જમાવીને વેસ્ટ ઇન્ડિઝ માટે સંઘર્ષની સ્થિતીમાં પ્રદર્શન જારી રાખ્યુ હતું. પરંતુ બીજા છેડે તેને સાથ પૂરાવવા માટે કોઇ જ ક્રિઝ પર ટકીને ઉભુ રહી શકયુ નહોતું. જેને લઇ વેસ્ટ ઇન્ડિઝની હાર નિશ્ચિત બની હતી. હેટમાયરે ૩૫ બોલમાં ૫૬ રન કર્યા હતા. તેણે ૪ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન નિકોલસ પૂરન ૩, રોવમેન પોવેલ ૧૩ બોલમાં ૯ રન, કીમો પોલ શૂન્ય રને આઉટ થયો હતો. આમ ૧૬મી ઓવરના ચોથા બોલની રમતમાં જ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ પૂરી ૨૦ ઓવર બેટીંગ કરી શકયુ નહોતું. આમ ૮૮ રને ભારતનો વિજય થયો હતો

(3:46 pm IST)