Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો : જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર ; ટીમની જાહેરાત પહેલા પીઠમાં ઈજા

બુમરાહ છેલ્લે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં મેદાન પર જોવા મળ્યો હતો. ત્યારથી તેને આરામ આપવામાં આવ્યો છે

નવી દિલ્હી. ભારતના સિનિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તેવું માનવામાં આવે છે. બુમરાહને આમાંથી બહાર આવવામાં થોડો સમય લાગશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી સોમવારે જ થવાની હતી, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા તેની ગતિ પાછી મેળવે. અમે તેને એશિયા કપની ટીમમાં સામેલ કરીને જોખમ લેવા માંગતા નથી, તેનાથી તેની ઈજા વધુ ગંભીર બની શકે છે.

બુમરાહ છેલ્લે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં મેદાન પર જોવા મળ્યો હતો. ત્યારથી તેને આરામ આપવામાં આવ્યો છે. હાલમાં તે પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે.

 

(9:10 pm IST)