Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડને વધુ એક આંચકો : ન્‍યૂઝીલેન્‍ડ, ઈંગ્‍લેન્‍ડ બાદ હવે શ્રીલંકાની ટીમનો પ્રવાસ પણ કેન્‍સલ

શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્‍તાન પ્રવાસે જવાની હતી

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડને વધુ એક મોટો આંચકો લાગ્‍યો છે. અને આ વખતે કારણ ખુદ છે. ન્‍યૂઝીલેન્‍ડ, ઈંગ્‍લેન્‍ડ બાદ હવે શ્રીલંકાની ટીમનો પાકિસ્‍તાન પ્રવાસ પણ રદ કરવામાં આવ્‍યો છે.
 શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્‍તાન પ્રવાસે જવાની હતી. પરંતુ હવે તે અનિヘતિ સમય માટે મુલતવી રાખવામાં આવી છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમના મુખ્‍ય કોચ હશન તિલકરત્‍નેએ  જણાવ્‍યું હતું કે, આ મહિનાના અંતમાં તેમનો પાકિસ્‍તાન પ્રવાસ અનિヘતિ સમય માટે મુલતવી રાખવામાં આવ્‍યો છે.
 શ્રીલંકાની ટીમ ૧૫ ઓક્‍ટોબરે પાકિસ્‍તાન પ્રવાસ માટે રવાના થવાની હતી. તિલકરત્‍ને પત્રકારોને કહ્યું, આ નિરાશાજનક છે કે સીરિઝ નહીં થાય, તે પાકિસ્‍તાન તરફથી રદ કરવામાં આવી છે કારણ કે તેમને કેટલાક ‘લોજિસ્‍ટિક' મુદ્દાઓ હતા. ઓસ્‍ટ્રેલિયામાં ઓક્‍ટોબર ૨૦૧૯માં રમ્‍યા બાદ શ્રીલંકાની મહિલા ટીમે કોઈ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ રમી નથી.  

 

(11:33 am IST)