Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જુગલ જોડી ફરી એકસાથે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને ઓલરાઉન્ડર યુવરાજ સિંહ લાંબા સમય બાદ એકબીજા સાથે જોવા મળ્યા છે. બંનેએ ભારતને ઘણી મેચ જીતવામાં મદદ કરી છે.  આ જોડી મેદાનમાં પ્રવેશતાની સાથે જ વિરોધી બોલરોનો પરસેવો છૂટી જતો હતો.  ધોનીએ ફિનિશર તરીકે પોતાનું નામ બનાવ્યું હતું.  તો યુવરાજે ૨૦૦૭ અને ODI વર્લ્ડ કપ ૨૦૧૨માં ટીમ ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  બંને બહુ ઓછા સમયમાં સાથે જોવા મળે છે.  આ દરમિયાન બંનેની એક સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં ધોની અને યુવરાજ સિંહ સોફા પર ચેટ કરતા જોવા મળે છે.  વાયરલ તસવીર મુંબઈની જણાવવામાં આવી રહી છે.  બંને એક એડ શૂટ કરવા માટે સાથે આવ્યા હતા.  આ ફોટો યુવરાજ સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

(2:53 pm IST)