Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

RCBએ હોમવર્ક કરી લીધુ, હવે આપણે મેદાનમાં જલ્વો બતાવવો પડશેઃ વિરાટ

કોહલીએ તેની ટીમના ખેલાડીઓને ચકદે સ્ટાઈલમાં સ્પીચ આપી : નવા ખેલાડીઓનું સ્વાગત, દરેક ખેલાડી પોતાની એનર્જી બતાવે

નવીદિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી એક સપ્તાહ માટે કવોરેન્ટાઇનમાં રહ્યા પછી ટીમના તાલીમ સત્રમાં જોડાયો હતો.

કોહલીએ કહ્યું કે આરસીબી  એક વખત પણ આઈપીએલનો ખિતાબ જીતી શકી નથી. ટીમમાં લેન મેકસવેલ અને સમાવેશ કર્યો છે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમ્સનને ટીમમાં ખરીદ્યો હતો .આરસીબીએ ટૂર્નામેન્ટ પહેલા હોમવર્ક પૂર્ણ કરી લીધું છે. તેણે પીઢ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. હવે આપણે મેદાનમાં છે  જલવો બતાવવો પડશે.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કોહલીએ બોલિવૂડની ફિલ્મ 'ચક દે' ની સ્ટાઇલમાં ખેલાડીઓને ભાષણ આપ્યું હતું. કોહલીએ કહ્યું, 'જે પણ નવા ખેલાડીઓ આરસીબી સાથે જોડાયેલ છે, તેમનું સ્વાગત છે. પહેલાની જેમ, આ સિઝનમાં પણ ટીમનું વાતાવરણ અને એનર્જી રહેશે. હું ફકત તમારા બધા પાસેથી આશા રાખું છું તમે લોકો તમારા ક્ષેત્રનો સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો. ભલે તે પ્રેકિટસ સેશન હોય. હું આશા રાખું છું કે તમે લોકો એનર્જી બતાવશો. અમે એનર્જી સાથે રમતા આવ્યા છીએ અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ખેલાડીઓનો જુસ્સો વધારી આગળ કહ્યુ કે આપણી ટીમ મજબુત છે. આપણી શરૂઆત સારી રહેશે. ખેલાડીઓને મેનેજમેન્ટનો પૂરો સાથ મળશે.

(3:01 pm IST)