Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોનીની ટીમ આઇપીએલની 13મી સિઝનમાં મેદાનમાં ઉતરશે પરંતુ આ વખતે દિગ્‍ગજ બેટ્‍સમેન સુરેશ રૈના અને સ્‍પીન બોલર હરભજનસિંહની ખોટ પડશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાના પ્રદર્શનથી ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK)ની ટીમે એક અલગ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી રમાયેલી દરેક સીઝનમાં ધોનીની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન દમદાર રહ્યું છે. આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની 13મી સીઝનમાં ચેન્નઈની ટીમ ચોથા ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. પરંતુ આ વખતે તેને દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના અને સ્પિન બોલર હરભજન સિંહની ખોટ પડશે.

આવું રહ્યું છે અત્યાર સુધીનું પ્રદર્શન

ધોનીની આગેવાનીમાં ટીમ સીએસકેએ આઈપીએલની 10 સીઝન (2 સીઝન ટીમ સસ્પેન્ડ હતી)માં માત્ર બે વખત ફાઇનલ પહેલા પોતાની સફર સમાપ્ત કરી છે. આ વાર પણ ટીમ ટોપ-4મા હતી. બાકી ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની તો પાંચ વખત રનર્સઅપ રહી છે. તેવામાં એકવાર ફરી આ ટીમ પાસે આશા રાખવામાં આવે છે કે તે ફાઇનલ સુધીની સફર જરૂર નક્કી કરશે. ચેન્નઈએ અત્યાર સુધી 165 મેચ રમી, જેમાં તેણે 63 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેની એક મેચ રદ્દ રહી છે. ચેન્નઈની જીતની ટકાવારી 61.28 ટકા છે અને તે આઈપીએલમાં જીતની ટકાવારી 60થી વધુ રાખનારી એકમાત્ર ટીમ છે.

આ બેટ્સમેનોએ કર્યું છે ધમાકેદાર પ્રદર્શન

ચેન્નઈની ટીમની બેટિંગ સૌથી વધુ મજબૂત રહી છે. પરંતુ મિસ્ટર આઈપીએલ સુરેશ રૈના આ વખતે ટીમ સાથે નથી. રૈનાએ આઈપીએલમાં 5 હજારથી વધુ રન બનાવ્યા છે. રૈનાનું દરેક સીઝનમાં પ્રદર્શન જોતા ટીમને તેની ખોટ પડી શકે છે. તો કેપ્ટન ધોનીએ 190 મેચમાં 4432, શેન વોટસને 134 મેચમાં 3575 રન, અંબાતી રાયડૂએ 147 મેચમાં 3300 રન, ડુ પ્લેસિસે 71 મેચમાં 1853 રન અને જાડેજાએ 170 મેચમાં 1927 રન બનાવ્યા છે. આ સિવાય ટીમની પાસે સેમ કરન, કેદાર જાધવ, શાર્દુલ ઠાકુર, દીપક ચહેર જેવા ઓલરાઉન્ડર ખેલાડીઓ પણ છે.

બોલિંગમાં પણ મજબૂત છે ચેન્નઈ

ટીણ સીએસકેનો બોલિંગ વિભાગ વધુ મજબૂત છે. ફાસ્ટ બોલિંગમાં 134 મેચમાં 147 વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવો છે, તો ભારતનો યુવા ફાસ્ટ બોલર દીપક ચાહર, શાર્દુક ઠાકુર, ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડવ અને દક્ષિણ આફ્રિકાનો લુંગી એન્ગિડી છે. ઓલરાઉન્ડર સેમ કરન પણ ચેન્નઈને મદદરૂપ થઈ શકે છે.

આ રીતે સ્પિન ઇમરાન તાહિર, લેગ સ્પિનર પીયૂષ ચાવલા, રવિન્દ્ર જાડેજા, કરણ શર્મા અને ન્યૂઝીલેન્ડનો મિચેલ સેન્ટરનર છે. પરંતુ ચેન્નઈને આ વર્ષે અનુભવી સ્પિનર હરભજન સિંહની ખોટ પડશે. ભજ્જી પણ આ સીઝનમાં રમવાનો નથી. તેણે અંગત કારણોસર આ સીઝનમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો.

 નવા ખેલાડીઓ પર ખર્ચ કર્યા 14.45 કરોડ રૂપિયા

ચેન્નઈની ટીમ પોતાનું ચોથુ ટાઇટલ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની બરોબરી કરવા માટે આતુર છે. આ કારણે હરાજીમાં ટીમે મોટો ખર્ચ કરીને 4 ખેલાડીને પોતાની સાથે જોડ્યા છે. લેગ સ્પિનર પીયૂષ ચાવલાને જોડવા માટે ટીમે 6.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં અને તે હરાજીમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો હતો. આ રીતે સેમ કરનને પોતાની સાથે જોડવા માટે ટીમે 5.5 કરોડ રૂપિયા લગાવ્યા તો જોશ હેઝલવુડને 2 કરોડમાં ખરીદ્યો હતો. સાઈ કિશોર માટે ટીમે 20 લાખનો ખર્ચ કર્યો હતો.

આ છે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ

ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુદીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.

(4:26 pm IST)