Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

લા લિગા 2020-21 સીઝનમાં ચેમ્પિયન બેજ પહેરશે રિયલ મેડ્રિડની ટીમ

નવી દિલ્હી: સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડની ટીમ લા-લિગા 2020-21 સીઝનમાં ચેમ્પિયન બેજ પહેરીને મેચ રમશે. આ બેચ લા લિગા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રીઅલ મેડ્રિડની ટીમ શનિવારથી શરૂ થનારી સીઝન માટે તેમના શર્ટ પર આ ખાસ બેજ પહેરશે. ટુર્નામેન્ટની ગુણવત્તાને વધુ પ્રકાશિત કરવાના માર્ગ તરીકે લા લીગા દ્વારા બે વર્ષ પહેલાં આ પહેલ શરૂ કરવામાં આવી હતી. બાર્સિલોનાએ 2017-18 અને 2018-19માં ખિતાબ જીત્યા હતા અને પ્રથમ બે સીઝનમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ વખતે રીઅલ મેડ્રિડનો વારો છે, જેના ખેલાડીઓ હવે ગયા વર્ષે ખિતાબ જીત્યા પછી આ બેજ પહેરશે. રીઅલ મેડ્રિડના ખેલાડીઓ 20 સપ્ટેમ્બરના રોજ રીઅલ સોસિડેડ સામેની તેની પ્રથમ મેચમાં આ બેજ પહેરશે.

(6:31 pm IST)