Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ક્રિકેટર યુવરાજસિંહે કર્યો ક્રિકેટમાં વાપસીનો નિર્ણય : બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર

પંજાબ ક્રિકેટ સંઘના અનુરોધ પર યુવરાજસિંહે લીધો મોટો નિર્ણંય

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર  યુવરાજ સિંહે પંજાબ ક્રિકેટ સંઘને PCAના અનુરોધ પર  સંન્યાસથી વાપસી કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વકપ 2011ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહી ચુકેલ યુવરાજે ગત વર્ષે જૂનમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

PCA સચિવ પુનીત બાલી પહેલા વ્યક્તિ હતા જેને 38 વર્ષના યુવારાજની પંજાબ ક્રિકેટના લાભ માટે સંન્યાસમાંથી વાપસી કરવાની રજૂઆત કરી હતી. જોકે યુવરાજના કહેવા પ્રમાણે પહેલા તેઓ આ પ્રસ્તાવને સ્વિકારવા માટે તૈયાર નોહતા. યુવરાજે વધુ કહ્યું હતું કે, 'હું સ્થાનિક ક્રિકેટ રમવાનું બંધ કરી ચુક્યો છું. બીસીસીઆઈની પરમિશન મળે તો દુનિયાભરમાં મે અન્ય સ્થાનિક ફ્રેંચાઈઝી લીગમા મેચ રમવાવાનું ચાલુ રાખવા ઈચ્છું છું. જો કે હું મિસ્ટરા બાલીના અનુરોધને ઈગ્નોર કરી શકું નહીં. હું ઘણા સમયથી આ બાબતે વિચારણા કરી રહ્યો હતો.'

બાલએ આ બાબતે એક ઈન્ટરવ્યમાં જણાવ્યું હતું કે યુવરાસિંહે આ બાબતમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યોછે. અને તેમને ખુલાસો કર્યો છે કે, 'PCA તેને ટીમમાં ઈચ્છે છે અને તેઓ જે રીતે ટીમમાં યુવાનોના મેન્ટર રહે છે એ શાનદાર છે. અને કહેવામાં આવ્યુ છે કે તેના જીવનનું ઓછામાં ઓછું એક વર્ષ પંજાબ ક્રિકેટને આપે. પંજાબ ક્રિકેટને તેની જરૂરત છે.' આવો પત્ર લગભગ 15 દિવસ પુર્વે લખવામાં આવ્યો હતો.

(10:43 pm IST)