Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સંક્રમણમાં વધારો થયા બાદ બોર્ડે રણજી સહિત ૩ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોને ટાળી છે ત્યારે

IPL ૨૦૨૨ પર પણ કોરોનાનું ગ્રહણ લાગશે?: સતત ત્રીજા વર્ષે વિદેશમાં થશે આયોજન?: BCCI જલ્દી નિર્ણય લેશે

૨૦૨૦માં આઈપીએલને યૂએઈમાં આયોજિત કરાયેલઃ જયારે ૨૦૨૧માં અડધી સિઝન ભારત અને અડધી યુએઈમાં થઈ હતી

મુંબઈ,તા.૧૦: ભારતમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે અને તેની અસર દેશમાં રમતના આયોજનો પર જોવા મળી રહી છે. ખાસ રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ તેની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સૌથી મોટી ચિંતા આઈપીએલના આયોજનની છે. સતત બે સિઝનમાં તેને યુએઈમાં આયોજિત કર્યા બાદ શું ફ્રી એક વખત આઈપીએલને દેશની બહાર લઈ જવી પડશે?
એક અહેવાલ મુજબ BCCI સામે ટૂર્નામેન્ટ પહેલા મેગા ઓક્શનના આયોજનનો પડકાર છે અને સૌથી પહેલા બોર્ડનું ધ્યાન તેની પર છે. મેગા ઓક્શનનું આયોજન ફ્ેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કરવાની આશા છે.
BCCIના સુત્રએ જણાવ્યું કે બોર્ડ દેશમાં જ આઈપીએલનું આયોજન ઈચ્છે છે પણ જરૂર પડવા પર તમામ વિકલ્પ ખુલ્લા છે. અહેવાલ મુજબ અમે તમામ વિકલ્પ શોધી રહ્યા છે અને તેમાં વિદેશમાં આયોજન પણ એક છે પણ અમારૂ ધ્યાન દેશમાં જ આઈપીએલના આયોજન પર છે. હાલમાં અમારી પ્રાથમિકતા હરાજી છે. અમે ઝડપી જ નિર્ણય લઈશું.
૨૦૨૦માં પ્રથમવખત કોરોના સંક્રમણના કારણે બીસીસીઆઈને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવું પડ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં ભારતમાં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી પણ બીજી લહેરના પ્રકોપના કારણે અડધી સિઝન યુએઈમાં રમાઈ હતી.
કોરોનાના કારણે પહેલા જ બીસીસીઆઈ મોટી ટૂર્નામેન્ટ ટાળવાનો નિર્ણય લઈ ચૂક્યુ છે. આ મહિનાની ૧૩ તારીખથી દેશના પ્રમુખ ર્ફ્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફ્ીની શરૂઆત થવાની હતી પણ સંક્રમણમાં વધારો થયા બાદ બોર્ડે રણજી સહિત ૩ ટૂર્નામેન્ટોને ટાળવાનો નિર્ણય કર્યો હતો. (

 

(2:49 pm IST)