Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ક્રિકેટર કરૂણ નાયર પિતા બન્‍યોઃ સોશ્‍યલ મિડીયામાં પોસ્‍ટ શેર કરી

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટર કરુણ નાયર પિતા બની ગયો છે.  તેણે ઈન્‍સ્‍ટાગ્રામ પર એક પોસ્‍ટ મૂકી કહયું અમે ગર્વ સાથે તમારું સ્‍વાગત કરીએ છીએ - કયાન નાયરકા.  કરુણની આ પોસ્‍ટ બાદ તેના ચાહકોએ તેને ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા.  તેણે પોસ્‍ટમાં લખ્‍યું- અમારા માટે ખુશીઓથી ભરેલો કલગી, સ્‍વસ્‍થ અને સુરક્ષિત. કરુણે સાન્‍યા ટંકરીવાલા સાથે લગ્ન કર્યા. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેમના સંબંધોને નવું નામ આપવા માટે બંનેએ ગયા વર્ષે જ સગાઈ કરી હતી.  

 

(4:14 pm IST)