Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પિયુષ ચાવલાના પિતા પણ કોરોના સામેનો જંગ હાર્યાઃ ચાવલાએ કહ્યું શકિતનો આધારસ્તંભ ગુમાવ્યો

નવીદિલ્હીઃ  ગઈકાલે યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતાનું કોરોનાનાં કારણે નિધન થયુ હતુ. તો વળી આજે વધુ એક ખેલાડીનાં પિતાએ અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. ક્રિકેટર પિયુષ ચાવલાનાં પિતા પ્રમોદકુમાર ચાવલા હવે દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.

પ્રમોદકુમાર ચાવલા કોરોના સામે જંગ હારી ગયા હતા. છેલ્લા તેમણે દિલ્હીની મેકસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પિયુષ ચાવલાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે તેના પિતા કોરોનાથી આવતી મુશ્કેલીઓથી સંઘર્ષ કરી રહ્યા હતા, આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં, ચાવલા એકદમ ભાવનાશીલ દેખાઈ રહ્યા હતા. પિયુષ ચાવલાએ લખ્યું કે આજે તે શકિતનો આધારસ્તંભ ગુમાવી ચૂક્યો છે. હવે તેમના વિના પહેલા જેવુ જીવન નહીં હોય.

(4:13 pm IST)