Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હરલીનનો અફલાતૂન કેચ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેનો પ્રથમ ટી-૨૦ મેચ હારી ગયું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. ભારતની બેટીંગમાં ૩ વિકેટે ૫૪ રન થયા હતા. બાદ વરસાદના લીધે ડકવર્થ લૂઈસનાક નિયમ હેઠળ ભારતનો ૧૮ રને પરાજય થયો હતો. દરમિયાન આ મેચમાં મહિલા ક્રિકેટર હરલીન દેઓલે એક અફલાતૂન કેચ પકડયો હતો. એમી જોન્સએ શોટ ફટકારતા બાઉન્ડ્રી લાઈન ઉપર હરલીને ડાઈવ લગાવી કેચ પકડયો હતો. આ કેચ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

(2:59 pm IST)