Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હાર્દિક અમદાવાદની ટીમનો કેપ્‍ટન તો નેહરા કોચ બનશે

નવી દિલ્‍હીઃ આઇપીએલમાં આ વર્ષથી બે નવી  ટીમનો સમાવેશ થઈ રહ્યો છે અને  એમાં લખનઉ ઉપરાંતની બીજી ટીમ  અમદાવાદની છે જેનું સુકાન કદાચ  હાર્દિક પંડ્‍યાને સોંપાશે.
અમદાવાદની ટીમની માલીકી સીવીસી કેપિટલ કંપની પાસે છે. જોકે આ કંપનીની આઇપીએલમાં થયેલી એન્‍ટ્રી બેટિંગ સંબંધિત આક્ષેપોને કારણે વિવાદમાં છે. હાર્દિક વડોદરાનો છે. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ એવું પણ મનાય છે કે ભૂતપૂર્વ પેસ બોલર આશિષ નેહરા અમદાવાદની ટીમનો હેડ-કોચ બનશે.  

 

(2:56 pm IST)