Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ટીમ ઈન્ડિયાની 'દિવાલ' યુવા બ્રિગેડના આઈકોન રાહુલ દ્રવિડનો જન્મદિવસ

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ૧૧ જાન્યુઆરીએ એટલે કે મંગળવારે ૪૯ વર્ષના થયા છે. ૧૧ જાન્યુઆરી, ૧૯૭૩ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલા રાહુલ શરદ દ્રવિડે ટીમ ઈન્ડિયાના ખેલાડીથી લઈને કેપ્ટન અને હવે કોચ સુધીની સફર કરી રહયા  છે.  લાંબા સમય સુધી એક ખેલાડી અને કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાની સેવા કરનાર આ અનુભવીએ પહેલા ભારત માટે યુવા સેના તૈયાર કરી અને હવે તે મુખ્ય ટીમના કોચિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. દ્રવિડને દુનિયાભરમાંથી ખેલાડીઓ તેમજ બીસીસીઆઈએ પણ શુભેચ્છા પાઠવી છે.

(4:00 pm IST)