Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ICCટીમ ઓફ ધ ડીકેટ ૨૦૨૦માં ધોની કેપ્‍ટનઃ ભારતના ૪ ખેલાડીઓઃ બુમરાહને કપ

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાના ફાસ્‍ટ બોલર જસપ્રિત બુમરાહ ઇન્‍સ્‍ટગ્રામ પર આઇસીસી ટીમ ઓફ ધ ડીકેડ ૨૦૨૦ કેપની તસ્‍વીર શેર કરી છે. આઇસીસી બુમરાહને આ કેપ આપવામાં આવી છે. ICC એ રમતના તમામ ફોર્મેટમાં દશકની ટીમ જાહેર કરી છે. ટી૨૦  ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની જસપ્રિત બુમરાહને સ્‍થાન મળ્‍યું હતું ધોનીને ટીમનો કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો હતો.

આ જાહેરાતના લગભગ ૧૮ મહિના બાદ ICCએ બુમરાહને કેપ મોકલી છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરતા બુમરાહે લખ્‍યું, ‘આભાર @ICC સન્‍માન માટે'. જસપ્રીત બુમરાહે ટીમ ઇન્‍ડિયા માટે અત્‍યાર સુધીમાં ૫૭ ટી૨૦ મેચ રમી છે. અને કુલ ૬૭ વિકેટ લીધી છે. રમતના સૌથી ફોર્મેટમાં તેની બોલિંગ એવરેજ ૧૯.૮૯ છે. ૨૮ વર્ષીય ૩/૧૧ના શ્રેષ્‍ઠ આંકડા ધરાવે છે.

ICC  ની T20I  ટીમ ઓફ ધ ડીકેટ આ મુજબ છે રોહિત શર્મા, ક્રિસ ગેલ, એરોન ફ્રિન્‍ચ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ગ્‍લેન મેકસવેલ, એમએસ ધોની (કેપ્‍ટન), કિરોન પોલાર્ડ, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા.

(3:59 pm IST)